આપણી ગુજરાતી વેબસાઈટ - નોંધણી (રજીસ્ટ્રેશન) - ખાતું બનાવતા પહેલા વેબસાઈટને લગતા નિયમો વાંચવા જરૂરી છે.

“આપણી ગુજરાતી વેબસાઈટ” (અહીં “અમે”, “અમને”, “અમારા”, “આપણી ગુજરાતી વેબસાઈટ”, “https://www.tajagna.com”) માં જોડવા માટે, તમે નીચેના નિયમોથી કાયદેસર રીતે બંધાયેલા રહેવા માટે સંમત થાઓ છો. ઉપરાંત આ વેબસાઈટમાં જોડવા માટે વેબસાઈટને લગતા નિયમો વાંચેલા છે. જો તમે દર્શાવેલ બધા નિયમોથી કાયદેસર રીતે બંધાયેલા રહેવા માટે સંમત ન હોવ તો કૃપા કરીને તેનો પ્રયોગ કરશો નહીં અને/અથવા “આપણી ગુજરાતી વેબસાઈટ” વેબસાઈટનો ઉપયોગ કરશો નહીં. અમે આમાં કોઈપણ સમયે ફેરફાર કરી શકીએ છીએ અને અમે તમને જાણ કરવા માટે અમારો પૂરો પ્રયાસ કરીશું, જો કે તમારી જાતે નિયમિતપણે આની સમીક્ષા કરવી સમજદારીભર્યું રહેશે, કેમ કે ફેરફારો કર્યા પછી પણ તમે "આપણી ગુજરાતી વેબસાઈટ" ના ઉપયોગ કરવા પર કાયદેસર રીતે બંધાયેલા રહેવા માટે સંમત છો જેમાં અપડેટ અને/અથવા સુધારા થતા રહે છે. તમે કોઈપણ અપમાનજનક, અશ્લીલ, અસંસ્કારી, નિંદાકારક, દ્વેષપૂર્ણ, ધમકીભર્યા, લૈંગિક લક્ષી અથવા કોઈપણ અન્ય સામગ્રી(મટીરીયલ) કે જે કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરી શકે છે તે પોસ્ટ ન કરવા માટે સંમત થાઓ છો, પછી ભલે તે તમારા દેશને લગતું હોય, કે પછી તે દેશ કે જ્યાં “આપણી ગુજરાતી વેબસાઈટ” હોસ્ટ કરવામાં આવે છે અથવા આંતરરાષ્ટ્રીય કાયદાને લગતું હોય. જો અમારા દ્વારા આવશ્યક જણાય તો, તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતાની સૂચના સાથે, નિયમોનું ઉલ્લંઘન કરવા પર તમને તાત્કાલિક અને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. આ શરતોને લાગુ કરવામાં મદદ કરવા માટે તમામ પોસ્ટ્સનું IP એડ્રેસ રેકોર્ડ કરવામાં આવે છે. તમે સંમત થાઓ છો કે જરૂર પ્રમાણે "આપણી ગુજરાતી વેબસાઈટ" પાસે કોઈપણ સમયે કોઈપણ વિષયને દૂર કરવાનો, ફેરફાર કરવાનો, સ્થાન પરિવર્તન કરવાનો અથવા બંધ કરવાનો અધિકાર છે. એક ઉપયોક્તા (યુઝર) તરીકે, તમે દાખલ કરેલી કોઈપણ માહિતી ડેટાબેઝમાં સંગ્રહિત થશે તે સાથે સંમત થાઓ છો. જ્યારે આ માહિતી તમારી સંમતિ વિના કોઈપણ તૃતીય પક્ષને જાહેર કરવામાં નહીં આવે, ત્યારે ડેટા સાથે ચેડાં થઈ શકે તેવા કોઈપણ હેકિંગ પ્રયાસ માટે "આપણી ગુજરાતી વેબસાઈટ" કે phpBB બંનેને જવાબદાર ગણવામાં આવશે નહીં.