ગુજરાતના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર શિવજીના બાર જ્યોતિર્લિંગ મંદિરોમાં સૌપ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતનું એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. મંદિરની ઊંચાઇ ૧૫૫ ફૂટ છે, મંદિરના શિખર કળશનું વજન ૧૦ ટન અને ધજાની લંબાઇ ૩૭ ફૂટ છે, જે મંદિરની ભવ્યતાને ઉજાગર કરે છે. સોમનાથ મંદિર એ ઈતિહાસ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ છે. બાર જ્યોતિર્લિંગોમાંના એક તરીકે, તે હિન્દુ પરંપરામાં ખૂબ મહત્વ ધરાવે છે. અદ્ભુત સ્થાપત્ય, જટિલ કોતરણી અને ભવ્ય ડિઝાઇન દર્શાવતું આ મંદિર આધ્યાત્મિક સાતત્યનું પ્રતીક છે.
દર્શન:
દર્શનનો સમય સવારે ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીનો છે.
આરતીનો સમય : સવારે ૭:૦૦ , બપોરે ૧૨:૦૦ અને સાંજે ૭:૦૦ વાગે.
લાઇટ એન્ડ સાઉન્ડ શો નો સમય : રાત્રે ૮:૦૦ થી ૯:૦૦.
સુચના :
વ્યવસ્થિત પોશાક પહેરવો જરૂરી છે. શોર્ટ્સ કે હાલ્ફ પેન્ટ્સ પહેરેલ વ્યક્તિને પ્રવેશની અનુમતિ નથી. તમારું પાકીટ, પર્સ કે અન્ય સમાન લોકર રૂમમાં જમા કરાવવું પડશે, ઉપરાંત મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને પણ મંજૂરી નથી.
ભેટ કરવાનો સમય અને પરિવહન :
સોમનાથ મંદિરના દર્શન તમે બારેમાસ લઇ શકો છો, પરંતુ અહીં આવવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરીના મહિનાનો છે, કેમકે ત્યારે વાતાવરણ ઠંડુ હોય છે.
સોમનાથ રોડ અને રેલ દ્વારા સારી રીતે જોડાયેલ છે. તમે તમારા અંગત વાહન દ્વારા કુટુંબ કે મિત્રો સાથે મંદિર સરળતાથી પહોંચી શકો છો. જો તમે બસ દ્વારા યાત્રા કરવાના હોવ તો સોમનાથ બસ સ્ટેશન મંદિરથી એકદમ નજીક છે. જો ટ્રેન દ્વારા પ્રવાસ કરવાના હોવ તો વેરાવળ રેલ્વે સ્ટેશન લગભગ ૮ કિલોમીટર જેટલું દુર છે. જ્યારે સૌથી નજીકનું એરપોર્ટ દીવમાં છે, જે લગભગ ૮૦ કિમી દૂર છે.
રહેઠાણનાં વિકલ્પો તરીકે તમને પોષાય તેવા દરથી લઈને વધુ આરામદાયક રહેવાની જગ્યાઓ મોંઘા બજેટ પર મળી રેહેશે.