• આ એક હળવી શૈલીમાં વાતચીત કરવાની વેબસાઈટ છે અને તેનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષામાં સંવાદ કરવાનો અને યોગ્ય માહિતી પૂરી પાડવાનો છે, અભિવ્યક્તિની સ્વતંત્રતાની અમારી પ્રાથમિકતા નથી, આથી અન્ય ઉપયોક્તાઓનો (યુસર) આદર કરો અને વિનમ્રતાથી ચર્ચા આગળ વધારો. અયોગ્ય ભાષાનો પ્રયોગ, આપત્તિજનક કે અયોગ્ય પ્રકારની વાતો કરવાની અનુમતિ નથી. કૃપા કરીને નિયમોને કાળજીપૂર્વક વાંચો, ન અનુસરવા પર તમારા ખાતાં પર હંગામી અથવા કાયમી પ્રતિબંધ લાગુ પડી શકે છે.
આ એક સોસિયલ નેટવર્કિંગ વેબસાઈટ નથી. આ ફક્ત શબ્દ લખાણ આધારિત ચર્ચાની વેબસાઈટ છે. ફક્ત ગુજરાતી અક્ષરોમાં લખવું, અંગ્રેજી અક્ષરોનો ઉપયોગ કરીને ગુજરાતીમાં લખવું નહિ. છબી(ઈમેજ/પિક્ચર), ધ્વની(ઓડિયો) કે વિડીઓ રજુ(પોસ્ટ) કરવાની અનુમતિ નથી. અત્યંત જરૂરી હોય તો જ પિક્ચર રજુ કરી શકો છો. પિક્ચર ગૂગલ ફોટો પર અપલોડ કરીને તેની લીંક અહીં મુકી શકો છો. ફોટો સંલગ્નિત કરતાં પહેલા કોમ્પ્રેસ કરી દેવી. જેને લગતી માહિતી તમને 'વેબસાઈટ વિષે' ચર્ચાસ્થાનમાં મળી રહેશે.
• વેબસાઈટનો ઘણોખરો ભાગ જાવાસ્ક્રીપ્ટ (Javascript) પર આધારિત છે, આથી તેને નિષ્ક્રિય ના કરશો, કે એડબ્લોકર (Ad blocker)નો પ્રયોગ ના કરશો.
• નવી પોસ્ટ કરેલ છબી શરૂઆતમાં બ્લર (ધૂંધળું) દેખાશે, જેના પર ક્લિક કરવાથી સંપૂર્ણ પિક્ચર દેખાશે. સંપૂર્ણ છબી, માન્ય થયા બાદ જ બરાબર દેખાશે. યુટ્યુબ વગેરેની લીન્ક પોસ્ટ કરવી નહિ.
• આ અન્ય સોસિયલ મીડિયા વેબસાઈટ કરતા અલગ વેબસાઈટ છે, અને અહીં અમુક નક્કી કરેલા વિષયો પર જ ચર્ચા કરવામાં આવે છે. આથી જે વિષયો અહીં દર્શાવેલ નથી જેવા કે રાજકારણ, રમત, મુવી, ટીવી શો, વેબ સીરીઝ.. વગેરે વિષે ચર્ચા કરવામાં નથી આવતી.
• તમારી અંગત, કુટુંબીજનોને કે અન્ય કોઈ વ્યક્તિને લગતી માહિતી અહીં રજુ કરવી નહિ કે ફોટા રજુ કરવા નહિ. અને તમારા વ્યવસાયની જાહેરાત કરવી નહિ.
• કોઈ પણ પ્રોડક્ટ્સની સીધી કે આડકતરી રીતે જાહેરાત કરવી નહિ.
• કોઈપણ જાતના વ્યાસન જેવા કે તમાકુ, બીડી, સિગારેટ, હુક્કા, દારૂ વગેરેને લગતી રજૂઆત કરવી નહિ.
• કોઈને અયોગ્ય કે અણછાજતી સલાહ આપવી નહિ.
• તમારું ખાતું / અકાઉન્ટ / આઈડી / ઉપયોક્તા નામ રજીસ્ટ્રેશન કરતી વખતે બરાબર તપાસી લેવું. ખાતું ફક્ત ગુજરાતીમાં જ બનાવી શકાશે અને એકવાર રજીસ્ટર થયા બાદ બદલી નહિ શકાય.
• અયોગ્ય પ્રકારના ખાતાંનામ બનાવવા નહિ. તમારા મોબાઈલ નંબરનું ખાતાંનામ બનાવવું નહિ. ભળતી આઈડી/ખાતાંનામ બનાવવી નહિ. જેમકે કુતૂહુલ ખાતાં નામ પહેલેથી બનેલ હોય તો કુતુહલ બનાવવું નહિ. તમારું નામ, અટક મળતું આવતું હોય તો તમે ભળતું ખાતાંનામ બનાવી શકો છો.
• ખાતું બનાવતી સમયે તમારું કાર્યરત ઈમેઈલ દાખલ કરવું જરૂરી છે.
• વેબસાઈટમાં રજીસ્ટર કરતી સમયે તમારા ઈમેઈલ કે અન્ય વેબસાઈટનો પાસવર્ડ અહીં દાખલ કરવો નહિ, બલ્કે નવો પાસવર્ડ બનાવવો.
• ખાતાંના પાસવર્ડ તરીકે તમારો મોબાઈલ નંબર, જન્મતારીખ કે નામ અટક વગેરે નાખવા નહિ. પાસવર્ડ ઓછામાં ઓછા ૮ શબ્દોનો બનેલો હોવો જોઈએ. તમારું નામ, અટક, મોબાઈલ નંબર વેગેરેને પાસવર્ડ તરીકે દાખલ કરવો નહિ બલ્કે બને તેટલો જટિલ પાસવર્ડ બનાવવો. તમે ૮ કર્તા પણ વધુ શબ્દોનો પાસવર્ડ બનાવી શકો છો.
વિશેષ કીબોર્ડ અક્ષરો જેવા કે - !, @, #, $, %, ^, &, *, (,),_,-,=,+, [, ] નો પાસવર્ડ બનાવતા સમયે પ્રયોગ કરી શકો છો.
• તમારું ખાતું (યુસર આઈડી) અન્ય કોઈ વ્યક્તિને ઉપયોગ કરવા આપવું નહિ. જો ખાતાંનો દુરુપયોગ થશે તો તે પ્રતિબંધિત કરવામાં આવશે.
• કોઈ પણ પ્રકારની કોપીરાઇટેડ કે પાયરસીને લગતી રજૂઆત કરવી નહિ.
• કોઈ પણ પ્રકારની અન્ય વેબસાઈટની લીંક રજૂ કરવી નહિ. ગવર્મેન્ટને લગતી લીંક રજૂ કરી શકો છો.
• નિયમો નહિ અનુસરવા પર તમારું અકાઉન્ટ થોડા દિવસ માટે અથવા કાયમ માટે બંદ થઇ શકે છે.
• કોઈ વ્યક્તિની ક્રિએટીવીટી તેમની જાણકારી બહાર કે અનુમતિ વગર રજૂ કરવી નહિ. જો કરો તો તેમનું નામ દર્શાવવું જરૂરી છે.
• રજીસ્ટર થયા બાદ તમારી સૌથી પહેલી રજૂઆત સમીક્ષા(રીવ્યુ)માં જશે. રજૂઆત સ્વીકાર થયા બાદ તમે અન્ય રજૂઆત કરી શકશો. સામાન્ય રીતે સમીક્ષા ટૂંક સમયમાં થઇ જશે પરંતુ ક્યારેક વધુ સમય લાગી શકે છે. તમે જો કોઈ સવાલ કર્યો હોય તો શક્ય છે કે તેનો તરત ઉત્તર નહિ મળે. આ વેબસાઈટ મારા તમારા જેવા સભ્યો દ્વારા ચાલે છે, આથી ઉત્તર માટે વિલંબ થઇ શકે છે.
• કોઈ ઉપ્યોક્તાએ રજુ કરેલ પ્રશ્ન નીચે પોતાનો પ્રશ્ન રજુ કરવો નહિ, બલ્કે અલગથી નવી રજૂઆત કરવી.
• જે વિષય પર ચર્ચા શરુ કરી હોય તેને લગતો જ સંવાદ કરવો, અન્ય કોઈ વિષય પર નહિ.
• પ્રત્યુત્તરમાં 'આભાર', 'કેમ છો', 'નમસ્તે' જેવા એક-બે શબ્દો કે ફક્ત સ્માઈલીના પ્રયોગ કરવા નહિ, હંમેશા વર્ણનાત્મક પ્રત્યુત્તરો રજુ કરવા. જો કોઈ રજૂઆત પસંદ આવે તો 'પસંદ' આઇકોન પર ક્લિક કરી શકો છો.
• રજૂઆત કરતા પહેલા, 'શોધ' વિકલ્પ દ્વારા મુદ્દો/વિષય પહેલા રજૂ થઇ ગયો છે કે નહિ તે જાણી લેવું. જેમકે તમે એકતાનું પ્રતિક (સ્ટેચ્યુ ઓફ યુનિટી) પર્યટન સ્થળ વિષે રજૂઆત કરવા માંગતા હોવ તો, પહેલા ગોતી લેવું કે કોઈ ઉપયોક્તાએ(યુસરે) તેના વિષે અગાઉ રજૂઆત કરી છે કે નહિ. શોધ કરતા સમયે ફૂદડી * નો પ્રયોગ કરી શકો છો.
અહીં આપેલ માહિતી અમે નવીનતમ(અપ ટુ ડેટ) અને યોગ્ય હોય તેણી કાળજી રાખીએ છીએ પરંતુ, ઈંટરનેટ પર ખરાઈ કરવાનું અશક્ય છે, આથી અહીં લોકો દ્વારા રજુ કરેલ માહિતીને જાતે તપાસણી વગર અનુસરવી નહિ. ઉપયોક્તા દ્વારા અહીં રજુ કરેલી લીંક પર અમારું કોઈ નિયંત્રણ નથી. તમે ગેરમાર્ગે દોરવ તો તેને લગતી અમે કોઈ જવાબદારી લેતા નથી, આથી જે-તે વિષયના નિષ્ણાત કે લાગતાવળગતા અધિકારી પાસેથી તમારે માહિતીની ખરાઈ કરી લેવી.
તમે કરેલી પોસ્ટમાં જો કોઈ બદલાવ કરવો હોય તો ૩૦ મિનીટમાં કરી શકો છો, ત્યારબાદ નહિ કરી શકો.
જો તમને નિયમો કે વેબસાઈટને લગતો કોઈ પ્રશ્ન હોય તો 'વેબસાઈટ વિષે' ચર્ચાસ્થાનમાં પ્રશ્ન કરી શકો છો.