મોબાઈલ કે કોમ્પ્યુટરમાં સ્થાનિક બસનો માર્ગ (રૂટ), નંબર અને સમયને ગૂગલ મેપમાં કઈ રીતે જોશો ?

રોજબરોજનું જનજીવન
કર્ણાવતી
રજુઆતો: 9
જોડાયા: રવિ ઓકટો 13, 2024 2:02 pm
કર્મ: 3

મોબાઈલ કે કોમ્પ્યુટરમાં સ્થાનિક બસનો માર્ગ (રૂટ), નંબર અને સમયને ગૂગલ મેપમાં કઈ રીતે જોશો ?

રજૂઆત દ્વારા: કર્ણાવતી »

જો તમે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા નગરોમાં રેહતા હોવ, તો ગૂગલ મેપ તમને બસનો રૂટ, નંબર અને સમય જોવાની સુવિધા પૂરી પાડે છે.
• આ માહિતી મોબાઈલમાં જોવા માટે સૌપ્રથમ ગૂગલ મેપ એપ્લીકેશન ખોલો.
તેમાં શોધ(સર્ચ બોક્ષ)માં જ્યાં જવાનું છે તે સ્થળનું નામ નાખો. જેમકે, મારે જવું છે શિવરંજની ચાર રસ્તા.
છબી(Image)
• ત્યારબાદ દિશા દર્શાવતા આઇકોન અથવા ડીરેક્શન પર ક્લિક કરો અને જ્યાંથી જવાનું છે તેનું નામ દાખલ કરો. અહીં તમારી પાસે ૩ વિકલ્પો છે - પ્રથમ વિકલ્પ હાલનું સ્થળ (Your Location), બીજો વિકલ્પ નકશા (મેપ) પર પસંદ કરો, અથવા ત્રીજો વિકલ્પ તમે જાતે સ્થળનું નામ દાખલ કરી શકો. મારે જવું છે માણેકબાગથી, એટલે તે નામ દાખલ કર્યું.
છબી(Image)
• ( જો તમે તમારું હાલનું સ્થળ વિકલ્પ પસંદ કરશો તો તમને તમારા મોબાઈલમાં લોકેશન ચાલુ કરવાનું પૂછવામાં આવશે, જેમાં તમારે 'ટર્ન ઓન' પર ટેપ કરી દેવું).
છબી(Image) છબી(Image)
• હવે તમને ત્યાં પહોચવાનાં એકથી વધુ વિકલ્પો બતાવશે, જેમ કે દ્વિચક્રીય વાહન, કાર, બસ વગેરે. બસ આઇકોન પર ટેપ કરો, જ્યાં તમને કઈ કઈ બસ ઉપલબ્ધ છે તેનું લીસ્ટ બતાવશે. જો એ.એમ.ટી.એસ અને બી.આર.ટી.એસ બંને ઉપલબ્ધ હોય તો બંનેના સમયપત્રક, માર્ગ અને નંબર દર્શાવશે. જો બસ બદલવી પડે હોય તો તે દર્શાવશે અને ક્યાંથી બસ બદલવાની તે પણ બતાવશે.
છબી(Image)
• એજ રીતે તમે તમારા કોમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝરમાં ગૂગલ મેપ ચાલુ કરી બસને લગતી માહિતી જોઈ શકો છો.
છબી(Image)