1માનું 1 પૃષ્ઠ

વેબસાઈટનો ઉપયોગ કઈ રીતે કરશો તેને લગતી માહિતીની અનુક્રમણિકા

રજૂઆત કરી: શનિ ઓકટો 05, 2024 12:31 pm
દ્વારા: સંચાલક
સૌપ્રથમ જો તમે વેબસાઈટને લગતા નિયમો વાંચ્યા ના હોય તો એકવાર તેનો સંદર્ભ કરવો આવશ્યક છે.
૧. વેબસાઈટમાં નવું ઉપયોક્તા ખાતું (યુસેર આઈડી) કઈ રીતે બનાવશો ?
૨. વેબસાઈટમાં લોગીન કઈ રીતે કરશો ?
૩. ચર્ચાસ્થાન અને ચર્ચાવિષય શું છે ?
૪. તમારી પ્રથમ રજૂઆત કઈ રીતે પ્રસ્તુત કરશો ?
૫. સુચનાઓ શેના શેના પર મળી શકે ?
૬. સુચના કઈ રીતે બંદ કરશો ?
૭. સબસ્ક્રાઇબ એટલે શું ?
૮. ચર્ચાસ્થાન કે ચર્ચાવિષય / રજુઆતને સબસ્ક્રાઇબ/અનસબસ્ક્રાઇબ કઈ રીતે કરશો.
૯. મારા દ્વારા કરેલી રજુઅતો કઈ રીતે શોધવી ?
૧૦. ફોરમ પર પ્રસ્તુત કરેલી નવી રજુઆતો, અનુત્તરિત રજુઅતો/ચર્ચાવિષયો, સક્રિય ચર્ચાવિષયો કરી રીતે જોશો ?

માહિતી માટે અહીં ક્લીક કરો : ૧ થી ૧૦

વેબસાઈટનો ઉપયોગ કઈ રીતે કરશો તેને લગતી અનુક્રમણિકા

રજૂઆત કરી: શનિ ઓકટો 05, 2024 12:59 pm
દ્વારા: સંચાલક
૧. વેબસાઈટમાં નવું ઉપયોક્તા ખાતું (યુસેર આઈડી) કઈ રીતે બનાવશો ?
• વેબસાઈટમાં નવું ઉપયોક્તા ખાતું બનાવવા સૌપ્રથમ ઉપર-જમણી બાજુ user-plusનું આઈકોન છે તેના પર ક્લિક કરો. હવે સંધી ધ્યાનથી વાંચો અને સ્વીકાર્ય હોય તો સંધિ સ્વીકાર્ય છે પર ક્લિક કરો. ત્યારપછી, ઉપયોક્તા નામ, પાસવર્ડ, પાસવર્ડ ફરીથી, ઇમેલ સરનામું , ભાષા, તમારો સમય ઝોન, તમે જે દેશમાં હોવ તેનો ધ્વજ પસંદ કરો, અને નીચે આપેલ પ્રશ્નનો ઉત્તર આપો. છેવટે પ્રસ્તુત બટન પર ક્લિક કરો. ધ્વજ હાલ પસંદ નાં કરવો હોય તો તેને એમનેમ રેહવા દો.
જો બધી માહિતી યોગ્ય રીતે દાખલ કરી હશે તો ખાતું બની ગયાનો સંદેશો પ્રગટ થશે. જો કોઈ ભૂલ હોય તો તેને લગતી માહિતી પ્રગટ થશે, જે તમારે સુધારીને ફરીથી પ્રસ્તુત બટન પર ક્લિક કરવાનું રહેશે.

૨. વેબસાઈટમાં લોગીન કઈ રીતે કરશો ?
• લોગીન કરવા માટે power-offઆઈકોન પર ક્લીક કરો, ત્યારબાદ તમારા ઉપયોક્તા (ખાતાં) નામ અને પાસવર્ડ દાખલ કરી 'લોગીન કરો' બટન પર ક્લીક કરો. જો તમે 'લોગીન યાદ રાખો' વિકલ્પ પસંદ કરશો તો જયારે ફરીથી તમે વેબસાઈટ વિઝીટ કરશો ત્યારે તમને ઉપયોક્તાનામ અને પાસવર્ડ નહીં પૂછે, કેમ કે તે પહેલેથી લોગીન જ હશે (સિવાય કે તમે લોગઆઉટ થયા હોવ તો). તમે જયારે ઓનલાઈન હોવ ત્યારે તમારા ઉપયોક્તા નામની બાજુમાં લીલું વર્તુળ દેખાશે. પણ જો તમે લોગીન કરતી સમયે 'આ અધિવેશન દરમિયાન મારું ઓનલાઈન ઉપસ્થિતિ છુપાવો' વિકલ્પ પસંદ કરશો તો આ વર્તુળ અને તેથી અન્ય ઉપયોગકર્તાઓને તમે ઓનલાઈન નહિ દેખાવ.

૩. ચર્ચાસ્થાન અને ચર્ચાવિષય શું છે ?
• ચર્ચાસ્થાન એ ચર્ચાવિષયોનો સમૂહ છે, જેમાં સમાન પ્રકારના ચર્ચાવિષયો એકત્ર કરવામાં આવેલા છે. અને દરેક ચર્ચાવિષયમાં તમે તેને લગતી રજૂઆત કરી શકો છો. જેમકે, 'જનજીવન' એક ચર્ચાસમૂહ છે, જેમાં જીવન, પર્યાવરણ, રસપ્રદ વાતો વગેરે તેના ચર્ચાવિષયો છે.

૪. તમારી પ્રથમ રજૂઆત કઈ રીતે પ્રસ્તુત કરશો ?
• સૌપ્રથમ તમારે જે ચર્ચાવિષય હેઠળ રજૂઆત કરવી હોય તેના પર ક્લીક કરો. હવે 'નવો ચર્ચાવિષય' પર ક્લીક કરો, ચર્ચાવિષયનું આઇકન હાલ પુરતું એમજ રેહવા દો, 'વિષય'માં તમારે જે રજૂઆત કરવી છે તેને લગતું મથાળું ટૂંકમાં ટાઈપ કરો, તેની નીચે રહેલી જગ્યામાં તમારે જે માહિતી રજુ કરવી છે, અથવા કોઈ પ્રશ્ન પૂછવો છે તે વિસ્તારપૂર્વક ટાઈપ કરો, અને પ્રસ્તુત બટન પર ક્લીક કરો. પ્રથમ રજૂઆત હોવાથી, એક સંદેશ પ્રગટ થશે : "આ રજૂઆત સફળતાપૂર્વક સંપાદિત કરવામાં આવેલ છે, પરંતુ તેને સાર્વજનિક રૂપે જોઈ શકાય તે પહેલાં તેને પરિનિયામકની મંજૂરની જરૂર પડશે." અર્થાત, તમારી સૌપ્રથમ રજૂઆત સમીક્ષામાં જશે અને પરિનિયામક(મોડરેટર) દ્વારા સ્વાકાર થયા બાદ તે ચર્ચાવિષય તરીકે દ્રષ્ટિમાન થશે. નીચે "છેલ્લે જોયેલા ચર્ચાસ્થાન પર પાછા ફરો" પર ક્લીક કરવાથી તમે ચર્ચાસ્થાન પર પાછા ફરશો. જો તમે ક્લીક નહિ કરો તો તે આપમેળે આગલા ચર્ચાસ્થાન પર લઇ જશે.

૫. સુચનાઓ શેના શેના પર મળી શકે ?
• જયારે તમને કોઈ સંદેશ મોકલે.
• તમે કોઈ નવો ચર્ચાવિષય રજુ કરો ત્યારે. જયારે તમે કોઈ પણ નવો ચર્ચાવિષય રજુ કરો છો, ત્યારે તમે આપમેળે તે વિષયને સબસ્ક્રાઈબ કરો છો, જેથી જયારે કોઈ પણ અન્ય ઉપયોક્તા પ્રત્યુત્તર આપે ત્યારે તમને સુચના મળે છે.
• તમે કોઈ ચર્ચાવિષય કે ચર્ચાસ્થાનને સબસ્ક્રાઈબ કરેલ હોય ત્યારે
• તમે કોઈ ચર્ચાવિષય કે ચર્ચાસ્થાનને બુકમાર્ક કરેલ હોય ત્યારે
• કોઈએ તમારી રજૂઆતને પસંદ/નાંપસંદ કરે ત્યારે
• તમે કોઈ નવી ઉપલબ્ધિ મેળવો ત્યારે

૬. સુચના કઈ રીતે બંદ કરશો ?
• સુચનાઓ તમને અલગ અલગ વિષયો પર મળી શકે છે, જેમાં ફેરફાર તમે તમારા ઉપયોક્તા નિયંત્રણ પટલમાં જઈને કરી શકો છો. વેબસાઈટમાં ઉપર-જમણી બાજુ તમારા ઉપયોક્તા નામ પર ક્લીક કરો, જ્યાંથી તમને ઉપયોક્તા નિયંત્રણ પટલમાં દાખલ થવાનો વિકલ્પ મળશે. અહીં તમે 'વેબસાઈટ પ્રાથમિકતા ફેરફાર' વિકલ્પમાં 'સૂચનાઓને લગતા વિકલ્પોમાં ફેરફાર કરો' પર ક્લીક કરો. અહીં તમને સબસ્ક્રીબ્શનને લગતા બદલાવ કરી શકો છો.

૭. સબસ્ક્રાઇબ એટલે શું ?
• સબસ્ક્રાઇબનો ગુજરાતી અર્થ સદસ્યતા થાય છે, અને ઈન્ટરનેટ પર આ વિકલ્પ તમને જે-તે વિષય પર નવીનતમ માહિતી પૂરી પાડવા પ્રયોગ થાય છે. આથી અહીં જયારે તમે કોઈ વિષય સબસ્ક્રાઇબ કરો, અને તેમાં કોઈ નવીનતમ પ્રવૃત્તિ થાય જેમકે પ્રત્યુત્તર આપે, અવતરણ કરે, તો તમને તેના વિષે સંદેશ મળે છે.

૮. ચર્ચાસ્થાન કે ચર્ચાવિષય / રજુઆતને સબસ્ક્રાઇબ/અનસબસ્ક્રાઇબ કઈ રીતે કરશો.
• ચર્ચાવિષયના મથાળાની નીચે wrench આઈકોન હશે, તેના પર ક્લીક કરવાથી વિકલ્પો ખુલશે, જેમાં સબસ્ક્રાઇબ પર ક્લીક કરો. એજ રીતે જે-તે વિષયની રજૂઆત પર જઈને તમે અનસબસ્ક્રાઇબ કરી શકો છો. જો તમે કેથી વધુ ચર્ચાવિષય અનસબસ્ક્રાઇબ કરવા માંગતા હોવ તો ઉપયોક્તા નિયંત્રણ પટલમાં જઈને 'સબ્સ્ક્રિપ્શન્સનું સંચાલન કરો' પર ક્લીક કરો. ત્યાં જે-જે ચર્ચાવિષયો કે ચર્ચાસ્થાનો સબસ્ક્રાઇબ કરેલા હોય તેની યાદી હશે. અનસબસ્ક્રાઇબ કરવા માટે તેમાં ચેકબોક્ષ પસંદ કરો અને "ચિહ્નિત કરેલાને દેખરેખ સૂચીમાંથી કાઢો" પર ક્લીક કરો.

૯. મારા દ્વારા કરેલી રજુઅતો કઈ રીતે શોધવી ?
• તમારા ઉપયોક્તા નામની નીચે ૩ રેખાનું આઈકોન છે, તેના પર ક્લીક કરી 'તમારી રજુઆતો' પર ક્લીક કરો. અન્ય એક રીતે, ઉપયોક્તા નિયંત્રણ પટલની નીચે પ્રોફાઈલ પર ક્લીક કરો. ત્યાં 'ઉપયોક્તાની રજુઆતો શોધો' પર ક્લીક કરવાથી તમને તમારી બધી રજુઆતોની યાદી દેખાશે.

૧૦. ફોરમ પર પ્રસ્તુત કરેલી નવી રજુઆતો, અનુત્તરિત રજુઅતો/ચર્ચાવિષયો, સક્રિય ચર્ચાવિષયો કરી રીતે જોશો ?
• ઉપર બતાવ્યા પ્રમાણે ૩ રેખાના આઈકોન પર ક્લીક કરીને યોગ્ય લીંક પર ક્લીક કરીને તમે આ બધી માહિતી જોઈ શકો છો.