1માનું 1 પૃષ્ઠ

એક મોબાઈલનું ઈન્ટરનેટ અન્ય મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કઈ રીતે વાપરશો?

રજૂઆત કરી: શુક્ર ઓકટો 11, 2024 9:35 am
દ્વારા: કુતૂહલ
તમારા મોબાઈલનું ઈન્ટરનેટ અન્ય મોબાઈલ, ટેબ્લેટ કે કોમ્પ્યુટરમાં તમે સરળતાથી શેર કરી શકો છો. તેમ કરવા માટે :
૧. તમારો મોબાઈલ અનલોક કરો અને સ્ક્રીનમાં નીચે તરફ સ્વાઈપ કરો. ત્યાં સાઉન્ડ, લોકેશન, ફ્લેશલાઇટ વગેરે જેવા વિવિધ વિકલ્પો હશે.... જેમાં મોબાઇલ હોસ્ટસ્પોટ પણ હશે, તેના પર ટેપ કરો અથવા આંગળી મૂકી રાખો કે જ્યાં સુધી હોટસ્પોટ સેટિંગ્સ ખુલે નહિ.
૨. હોટસ્પોટ ખોલવાની બીજી રીતઃ સેટિંગ્સમાં( cog) જાઓ, ત્યાં શોધ બોક્ષમાં હોટસ્પોટ દાખલ કરો અને પરિણામ મળે તેની યાદીમાંથી મોબાઈલ હોટસ્પોટ શોધી તેના પર ટેપ કરો.
૩. સેટિંગ્સમાં નેટવર્ક નામ સામાન્ય રીતે તમારું મોબાઇલનું નામ હોય છે, જે તમે ઈચ્છો તો તેના પર ટેપ કરીને બદલી શકો છો.
૪ હવે પાસવર્ડ પર ક્લિક કરો અને ઓછામાં ઓછા 8 અક્ષરનો પાસવર્ડ દાખલ કરો.
૫. બેન્ડને હાલ પુરતું એમનેમ રેહવા દો.
૬. સુરક્ષા માટે હંમેશા WPA2 અથવા WPA3 પસંદ કરો. ઓપન પસંદ કરશો નહીં. તે તમારા પાસવર્ડને અમુક નેટવર્ક પર ખુલ્લો પાડી શકે છે.
૭. એડવાન્સ પર ક્લિક કરો (મોબાઈલના મોડેલ પ્રમાણે અલગ વિકલ્પ હોઈ શકે).
૮. જો અન્ય ઉપકરણ કનેક્ટ નાં હોય તો હોટસ્પોટ આપમેળે બંદ થઇ શકે તેવી સગવડ મોબાઈલમાં હોય છે. તે માટે તમે સમયમર્યાદા વિકલ્પમાંથી સમયગાળો પસંદ કરી શકો છો.
૯. મોબાઈલ હોટસ્પોટમાં થોડા વધુ વિકલ્પો હશે, જો તમે ખ્યાલ ના આવે કે તે શેના વિષે છે તો તેને એમનેમ રેહવા દો.
૧૦. હવે જો તમે મોબાઈલ હોટસ્પોટ ચાલુ ના કર્યું હોય તો ચાલુ કરો.
૧૧. હવે બીજા મોબાઇલ પર જાઓ. તેમાં કાં તો નીચે સ્વાઇપ કરો અથવા સેટિંગ્સમાં વાઇફાઇ (WiFi wifi) શોધ કરો અને તેના પર ક્લિક કરો.
૧૨. તે તમને તમારી આસપાસના તમામ વાઇફાઇ કનેક્શન્સ ની યાદી બતાવશે. તમારે જે મોબાઈલ હોટસ્પોટ સાથે કનેક્ટ કરવાનું છે તેના નામ પર ક્લિક કરો. અહીં પાસવર્ડ માટે પૂછશે. પગલાં ૪ માં જે પાસવર્ડ દાખલ કરેલો તે પાસવર્ડ અહીં દાખલ કરો અને હવે તમે તમારા મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આજ રીતે કોમ્પ્યૂટરમાં તમે હોટસ્પોટ કનેક્ટ કરી શકો છો.

યાદ રાખો, મોબાઈલમાં લિમીટેડ ઈન્ટરનેટ હોય છે, આથી બધું નાં વપરાઈ જાય તેના માટે તમારે લીમીટ સેટ કરવી જરૂરી છે. તેના માટે ડેટા યુસેજ (Data Usage) વિકલ્પ શોધો અને તેના પર ટેપ કરો . સામાન્ય રીતે તે મોબાઈલ સેટિંગ્સનાં કનેકશન વિકલ્પ હેઠળ હોય છે. તેમાં મોબાઈલ ડેટા યુસેજ પર ટેપ કરો. તેમાં દિનાંકની બાજુમાં સેટિંગ્સ વિકલ્પમાં સેટ ડેટા લીમીટ ચાલુ કરો અને તેની નીચે ડેટા લીમીટમાં લીમીટ સેટ કરો. તમે વોર્નિંગ પણ સેટ કરી શકો છો. જેમાં તમે અલગથી ડેટા લીમીટ સેટ કરી શકો છો. આથી જયારે પણ ડેટાનો વપરાશ વધે ત્યારે વાર્નિંગ ડિસ્પ્લે થશે.

એક મોબાઈલનું ઈન્ટરનેટ અન્ય મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કઈ રીતે વાપરશો?

રજૂઆત કરી: શુક્ર ઓકટો 11, 2024 11:26 am
દ્વારા: જ્ઞાની
કુતૂહલ લખેલ: શુક્ર ઓકટો 11, 2024 9:35 am સેટિંગ્સમાં વાઈફ (WiFi ) શોધ કરો
કુતૂહલ ભાઈ આ શું છે ? :) :D

એક મોબાઈલનું ઈન્ટરનેટ અન્ય મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કઈ રીતે વાપરશો?

રજૂઆત કરી: શુક્ર ઓકટો 11, 2024 12:25 pm
દ્વારા: કુતૂહલ
અરે ! :આંચકો: :P
પરીનિયામક ભાઈ જરા ફેરફાર કરી દો ને. ત્યાં વાઇફાઇ આવે.