1માનું 1 પૃષ્ઠ

૧૨ x ૮ ગુજરાતના નગરોનો શબ્દકોયડો

રજૂઆત કરી: મંગળ ઓકટો 15, 2024 8:23 am
દ્વારા: કર્ણાવતી
૧૨ x ૮ નો ગુજરાતના નગરોને લગતો શબ્દકોયડો. ગુજરાતનાં નગર, તાલુકા અને ગામના નામ શોધો.
છબી(Image)

આડી ચાવી:
૧. ગુજરતમાં પશ્ચિમમાં આવેલો જીલ્લો, જેનું પ્રાચીન સભ્યતા સાથેનું સાતત્ય અને સફેદ રણ પ્રસિદ્ધ છે (૨)
૨. માતાજીનું મંદિર, જેના નામ પર જ આ નગરનું નામ છે (૩)
૩. અમદાવાદ પાસે આવેલું ગામ, જયાનાં મંદિરનો બુંદીના લાડવાનો પ્રસાદ પ્રખ્યાત છે (૨)
૫. ગુજરાતની સાંસ્કૃતિક નગરી (૪)
૭. સુરેન્દ્રનગર જિલ્લાનું એક નગર, જ્યાં આદિશ્વર ભગવાનનું ખૂબ જૂનું દેરાસર છે (૪)
૯. માંડવી પાસે આવેલું એક ગામ (૩)
૧૦. પારસી લોકો સૌપ્રથમ અહીં આવેલા (૨)
૧૧. મહેસાણા જિલ્લાનું તાલુકામથક (૪)
૧૩. ગુજરાતનું મહત્વનું અને આગળપડતું નગર (૫)
૧૬. જૂનાગઢમાં આવેલું દરિયાકિનારે વિકાસ પામેલું વિહારધામ (૪)
૧૭. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ નગર (૨)

ઉભી ચાવી:
૧. ગાંધીનગર જીલ્લાનું એક નગર (૩)
૨. એક પ્રાચીન નગર, જ્યાં જેસલ-તોરલની સમાધિ છે (૩)
૪. કાઠીયાવાડમાં આવેલું નગર, જ્યાં એકથી વધુ બંદરો છે (૫)
૬. ગુજરાતનું રંગીલું નગર (૪)
૮. અહીંની કેસર કેરી ખુબ પ્રખ્યાત છે (૩)
૯. આ નગર જરી ભરતકામ માટે જાણીતું છે (૪)
૧૧. મહત્વનું તીર્થધામ અને જલારામબાપાનું જાણીતું મંદિર અહીં છે (૪)
૧૨. મહારાષ્ટ્રના એક મહત્વના નગર જેવું જ નામ આ ગામનું છે (૨)
૧૪. સુરતના બારડોલી તાલુકામાં આવેલું એક ગામ (૨)
૧૫. દમણ પાસે પડતું વલસાડમાં આવેલું એક નગર (૨)