1માનું 1 પૃષ્ઠ

ગુજરાત સરકાર તરફથી લેપટોપ ખરીદ સહાય યોજના

રજૂઆત કરી: સોમ નવે 18, 2024 6:27 am
દ્વારા: કર્ણાવતી
ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે યોજનાઓ બહાર પાડવામાં આવે છે, 'લેપટોપ ખરીદ સહાય યોજના' તેમાંની એક છે.

યોજનાનો હેતુ :
શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના

શરતો :
  • ધો - ૧૨ બોર્ડની પરીક્ષામા ઉતીર્ણ થયેલ અને ઓલ ઓવર ૭૦ કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ.
  • પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીને લેપટોપની કિમત મર્યાદા ૫૦,૦૦૦/- ધ્યાને લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.૨૫,૦૦૦/- આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.
  • જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના/ સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • લેપટોપ વિધાર્થીના નામે ખરીદ કરેલ હોવું જોઈએ.
  • જે વિધ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
  • જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એજ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યા ૬ (છ) માસમાં અરજી કરવાની રહશે.
બિડાણ :
અરજી સંદર્ભે તમામ પુરાવા અપલોડ કરવામાં રહેશે.
જો બોનાફાઇડ પ્રમાણપત્રની જરૂર પડે તો તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો : https://sanman.gujarat.gov.in/Home/GLWBScheme

સૌપ્રથમ તમે https://sanman.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ અને ત્યાં નવું ખાતું (અકાઉન્ટ) બનાવો. ત્યારપછી તમે ત્યાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
https://sanman.gujarat.gov.in/Home/GLWBScheme : આ લીંક પર તમને ખ્યાલ આવશે કે કઈ સ્કીમ હાલમાં ચાલુ છે. જો ઓપન લખેલ હોય તો સ્કીમ ચાલુ છે, જો બંધ લખેલ હોય તે સ્કીમ હાલપુરતી બંધ છે.