1માનું 1 પૃષ્ઠ

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર ઘરબેઠા ઓનલાઈન કઈ રીતે લીંક કરશો ?

રજૂઆત કરી: મંગળ નવે 19, 2024 8:14 am
દ્વારા: કર્ણાવતી
જો તમારા આધાર કાર્ડમાં કોઈ મોબાઈલ નંબર લીંક નાં હોય અથવા નંબર બદલવો હોય તો તમે હવે તેને સરળતાથી લીંક/બદલાવ કરી શકો છો.
સૌપ્રથમ તમે ભારત પોસ્ટ વેબસાઈટ ઓપન કરો : https://www.ippbonline.com/web/ippb

(અહીં તમે ભાષા તરીકે હિન્દી પણ પસંદ કરી શકો. જમણી બાજુ સૌથી ઉપર જ્યાં હિન્દી લખેલું છે તેના પર ક્લીક કરવાથી વેબસાઈટ હિન્દીમાં દર્શાવાશે.)
પરંતુ ફોર્મ અંગ્રેજીમાં જ ખુલે છે, આથી આપણે અંગ્રેજી ભાષા જ રાખીએ.
વેબસાઈટ મેનુમાં Service Request > Non IPPB Customer > Doorstep Banking પર ક્લીક કરો.
અહીં AADHAAR - MOBILE UPDATE ચેકબોક્ષ પસંદ (સિલેક્ટ) કરો, અને નીચે ફોર્મમાં આપેલ જરૂરી માહિતી ભરો. નામ, સરનામું વગેરે આધાર કાર્ડમાં છે તે પ્રમાણે જ દાખલ કરો.
ટર્મ્સ & કંડીશન્સ સિલેક્ટ કરો, પિક્ચરમાં દર્શાવેલ ટેક્ષ્ટ ટાઈપ કરો અને સબમિટ બટન પર ક્લીક કરો.
જો બધું યોગ્ય હશે તો સબમિટ સક્સેસફુલનો સંદેશ પ્રદર્શિત થશે.

૪-૫ દિવસમાં પોસ્ટ માસ્ટર તમારે ઘેર આવશે અને તમારો મોબાઈલ નંબર અને ફિંગરપ્રિન્ટ લેશે.
આ સેવા નિઃશુલ્ક નથી, હાલ આનો ચાર્જ ૫૦ રૂપિયા વત્તા ટેક્સ (જો લાગુ પડતો હોય તો) છે.