1માનું 1 પૃષ્ઠ

મોબાઈલમાં બેટરી લાંબો સમય ટકે તેના માટે શું કરશો?

રજૂઆત કરી: ગુરુ નવે 28, 2024 8:13 am
દ્વારા: કર્ણાવતી
તમારા મોબાઈલ, ટેબ્લેટ જેવાં ઉપકરણોની બેટરી આવરદા વધારવા અને તેને લાંબા સમય સુધી ચાર્જ રહે તે માટે તમે ઘણા પગલાં લઈ શકો છો.
અમુક મહત્વના પગલા નીચે મુજબ છે.
• બેકગ્રાઉન્ડમાં ચાલુ રેહતી બિનજરૂરી એપ્લીકેશન બંદ રાખો
• લોકેશન, બ્લુટૂથની જરૂર હોય ત્યારે જ ચાલુ કરો.
• બિનજરૂરી ડિસ્પ્લે થતી સૂચનાઓ (નોટિફિકેશન) બંદ રાખો.
• પાવર સેવિંગ મોડનો ઉપયોગ કરો.
• લાઈવ વોલપેપર કે વધુપડતા વિજેટ્સનો ઉપયોગ નાં કરો.
• ડિસ્પ્લેની બ્રાઈટનેસ ઓછી રાખો.

બેટરી બચાવવાની તમારી પાસે કોઈ અન્ય ટ્રીક હોય તો અહીં જણાવો.

મોબાઈલમાં બેટરી લાંબો સમય ટકે તેના માટે શું કરશો?

રજૂઆત કરી: ગુરુ નવે 28, 2024 8:22 am
દ્વારા: પટેલ
તમે મોબાઈલનું ઈન્ટરનેટ અન્ય મોબાઈલ કે કોમ્પ્યુટરને શેર કરતાં હોવ તો પણ બેટરી ઝડપથી વપરાય છે.

મોબાઈલમાં બેટરી લાંબો સમય ટકે તેના માટે શું કરશો?

રજૂઆત કરી: રવિ ડીસે 01, 2024 1:32 pm
દ્વારા: ગુજરાતી
• બિનજરૂરી સ્કેનીંગ બંદ કરો :
સેટિંગ્સમાં જાઓ > ગૂગલ પર ટેપ કરો
ઓલ સર્વિસીસ (All services) > ડીવાઇસીસ (Devices) પર ટેપ કરો
Scan for nearby devices નિષ્ક્રિય (Disable) કરો

• સેટિંગ્સ > કનેક્શન્સ > મોર કનેક્શન સેટિંગ્સ પર ટેપ કરો
Nearby device scanning નિષ્ક્રિય (Disable) કરો
પ્રિન્ટીંગ માટે પણ નિષ્ક્રિય (Disable) કરો.

• જરૂર ના હોય તો ડેટા વપરાશને લગતી માહિતીનો એક્સેસ બંદ કરો:
સેટિંગ્સ > ડિજિટલ વેલબીઇંગ અને પેરેંટલ કંટ્રોલ
ઉપર-જમણા ખૂણે ત્રણ બિંદુઓ પર ટેપ કરો > સેટિંગ્સ
વપરાશ ડેટાની ઍક્સેસની મંજૂરી આપો > સેટિંગ્સ > અલાઉ પરમિશન્સ નિષ્ક્રિય (Disable) કરો.