1માનું 1 પૃષ્ઠ

સૌથી વધુ વાર પૂછાયેલા પ્રશ્નો અને તેના ઉત્તરો

રજૂઆત કરી: શુક્ર નવે 29, 2024 8:33 am
દ્વારા: સંચાલક
• શા માટે ૧ કે ૨ અક્ષરોનું ખાતાંનામ (આઈડી) રજીસ્ટર થતું નથી ?
- શરૂઆતમાં તે સ્વીકાર્ય હતું, હવે ફક્ત ૩ થી ૧૫ અક્ષરોનું ખાતાંનામ શક્ય છે.

• મારું ખાતાંનામ ૩ અક્ષરોનું જ છે, તો પણ શા માટે રજીસ્ટર થતું નથી ?
- કોઈપણ ગુજરાતી નામ, પહેલા અંગ્રેજીમાં રૂપાંતરિત(કન્વર્ટ) થાય છે. જેમાં ક, ખ, ગ વગેરે ૧ અંગ્રેજી અક્ષર તરીકે અને હ્રસ્વાઈ, દીર્ઘઈ, માત્રા વગેરે પણ ૧ અંગ્રેજી અક્ષર તરીકે ગણાય છે. અડધા અક્ષરો ૨ અંગ્રેજી અક્ષરો તરીકે ગણાય છે. જેમ કે સ્મરણ માં અડધો સ = ૨ વત્તા ૩ અન્ય અક્ષરો = કુલ ૫ અક્ષરો. અમુક મૂળાક્ષરો જેવા કે ક્ષ,જ્ઞ, શ્ર વગેરે ૩ અક્ષરો ગણાય છે.

• શા માટે કોઈને વ્યક્તિગત સંદેશો મોકલવો શક્ય નથી ?
- તે વ્યવસ્થા હાલ પુરતી નિષ્ક્રિય છે.

• નવી રજૂઆત વિષે જાણવા શું કરશો ?
- તમારા ખાતાંનામ નીચે ૩ રેખાવાળું આઇકોન bars છે તેના પર ક્લીક કરો અને નવી રજુઆતો પર ક્લીક કરો.

• ચર્ચાવિષયને લગતી જાણ કઈ રીતે બંદ કરવી ?
- તેના માટે તમે તમારા ઉપયોક્તા નિયંત્રણ પટલ માં જાઓ , ત્યાંથી તમે તેને નિષ્ક્રિય કરી શકો.

• અયોગ્ય રજૂઆત વિષે કઈ રીતે સંચાલકને જણાવશો ?
- દરેક રજૂઆતમાં exclamation આઇકોન હશે, તેના પર ક્લીક કરી, તમે પરીનીયામક (મોડરેટર) ને જણાવી શકો છો.
તેના માટે તમારે કારણ દર્શાવવાનું રેહેશે, અને જો કોઈ અન્ય માહિતી પૂરી પાડવી હોય તો ત્યાં ટેક્ષ્ટ બોક્ષમાં દર્શાવી શકો છો. 'મને જાણ કરો' માટે હા પસંદ કરવાથી જયારે રજૂઆત પર પગલાં લેવામાં આવે ત્યારે તમને જાણ કરવામાં આવશે.