તમારા મોબાઈલને અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગ કરતાં રોકવા માટે તેમાં સ્ક્રીન લોકનો વિકલ્પ હોય છે.
મુખ્યત્વે ૫ પ્રકારના લોક હોય છે.
૧. આંકડા (પીન) લોક
૨. પેટર્ન લોક
૩. પાસવર્ડ
૪. ફિંગરપ્રિન્ટ લોક અને
૫. ફેસ લોક
સ્ક્રીન લોકના વિકલ્પ માટે : સેટિંગ્સ > લોક સ્ક્રીન > સ્ક્રીન લોક ટાઈપ માં જાઓ.
૧. પીન લોકમાં તમારે ઓછામાં ઓછા ૪ આંક દાખલ કરવાના હોય છે. અહીં ૨ વાર આંક દાખલ કરવાનો રેહેશે.
૨. પેટર્ન લોકમાં સ્ક્રીન પર ૯ બિંદુઓ દર્શાવવામાં આવે છે. જેના પર ઓછામાં ઓછા ૪ બિંદુઓ જોડીને એક પેટર્ન બનાવવાની હોય છે. અહીં પણ તમારે બીજી વાર પેટર્ન રજુ કરવાની રહેશે.
૩. પાસવર્ડમાં તમે જે રીતે વેબસાઈટ જેમકે ઈમેલનો પાસવર્ડ બનાવેલો તે રીતે અક્ષરો, આંકડા, ઉપરાંત [, ], @,#,$ વગેરે જેવા ખાસ અક્ષરોનો પ્રયોગ કરીને પાસવર્ડ બનાવી શકો છો. અહીં પણ તે બે વાર દાખલ કરવાનો રહેશે.
૪. ફિંગરપ્રિન્ટ લોક માટે તમારે તમારો અંગુઠો મોબાઈલના લોક બટન પર કે સ્ક્રીન પર (તમારા મોબાઈલની સવલત પ્રમાણે) મુકવાનો રહેશે, જેને સ્કેન કરવામાં તમારો મોબાઈલ થોડો સમય લગાડશે.
૫. ફેસલોકમાં મોબાઈલનો આગળના ભાગનો કેમેરો તમારો ફેસ (મુખ) સ્કેન કરશે. ત્યારબાદ જયારે પણ જરૂ પડે ત્યારે મોબાઈલને ફેસની સામે રાખવાથી તે ખુલી (અનલોક થઇ ) જશે.