નિઃશુલ્ક સોફ્ટવેર Capture2Text દ્વારા તમે છબી (ઈમેજ)માં રહેલા શબ્દો ટેક્ષ્ટ તરીકે કોપી કરી શકો છો.
સૌપ્રથમ આ વેબસાઈટ પર જાઓ અને સોફ્ટવેરનું અદ્યતન વર્ઝન ડાઉનલોડ કરો : https://sourceforge.net/projects/captur ... ture2Text/
ફાઈલ કોમ્પ્રેસ્ડ ફોરમેટમાં હોવાથી તેને કોઈ ફોલ્ડરમાં એક્સ્ટ્રેક્ટ કરો.
હવે તેમાંથી Capture2Text.exe ફાઈલ ખોલો. કોઈ વિન્ડો નહિ ખુલે, પરંતુ તે આપમેળે નીચે ટાસ્કબારમાં બતાવશે.
ત્યારબાદ જે ઈમેજ ફાઈલમાંથી ટેક્ષ્ટ કોપી કરવાના હોય તે ફાઈલ ખોલો.
હવે જ્યાંથી ટેક્ષ્ટ શરુ થાય છે ત્યાં માઉસનું કર્સર લઇ જાઓ અને તમારા કીબોર્ડ પર વિન્ડોઝ કી (windows) + Q કી દબાવો.
હવે ટેક્ષ્ટ પસંદ (સિલેક્ટ) કરો અને ક્લીક કરો.
થોડીવારમાં આપમેળે એક ટેક્ષ્ટ બોક્ષ ખુલશે જેમાં અક્ષરો ટેક્ષ્ટ ફોરમેટમાં હશે.
[ OCR = Optical Character Recognition ]